બોડેલી: બોડેલીમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ઉલ્ગુલાન જનસભા, કોંગ્રેસની બેઠક યોજાઈ
બોડેલીમાં 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારી ઉલ્ગુલાન જનસભા અંગે કોંગ્રેસની પૂર્વ તૈયારી બેઠક યોજાઈ. સુખરામભાઈ રાઠવા અને શશીકાંતભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આયોજનની ચર્ચાઓ કરવામાં આવી.