હાલોલ: હાલોલમાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549 મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ
13 મી એપ્રિલ સોમવારના રોજ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549 મો પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી ને લઇ હાલોલ નગર ના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને હાલમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલોલ નગર ખાતે બસ્ટેન્ડ સામે શ્રી દ્વારકાધીશ પ્રભુની હવેલી તેમજ મંદિર ફળીયા ખાતે છગન મગન લાલજી મંદિર એમ નગરમાં બે પુષ્ટિમાર્ગીય મંદિર આવેલા છે. પ્રતિ વર્ષે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી બંને મંદિર દ્વવારા કરવામાં આવે છે.