ભાવનગર: નારી ખાતે RCC રોડ પર ડામર રોડ બનાવવામાં આવતા સ્થાનિક આગેવાન દ્વારા આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપી @Jansamasya
ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામે તંત્ર દ્વારા ફરીથી RCC રોડ પર ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા અનુસાર આરસીસી રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે ત્યારે તેના પર ડામર રોડ શા માટે બનાવવામાં આવી રહ્યો છે. લોકોના પૈસાનો બગાડ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાન દ્વારા પ્રતિક્રિયા આપી હતી.