હાલોલ: યુક્રેનના દૂતાવાસના મિનિસ્ટર-કાઉન્સેલર આર્ટેમ નોસ્કોના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે પાવાગઢ મહાકાળી મંદિરે દર્શન કર્યા
યુક્રેનના દૂતાવાસના મિનિસ્ટર-કાઉન્સેલર ના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ની તા.30 જૂન મંગળવારના રોજ મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળે માતા મહાકાળીના દર્શન-પૂજન કરીને દેશ-દુનિયામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા.