હાલોલ: હાલોલ રૂરલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં પ્રજાલક્ષી લોક દરબાર યોજાયો હતો
હાલોલ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની આવનાર ચૂંટણીઓ અને વ્યાજખોરિ પ્રવૃત્તિઓને નેસ નાબૂદ કરવા તથા આવનારી ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડૉ.હરેશ દુધાતની અધ્યક્ષતામાં તા.7 એપ્રિલ મંગળવારના રોજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક દરબારમા હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ હાલોલ રૂરલ અને ટાઉન પોલીસ મથકના બંને પી.આઇ સહિત મોટી સંખ્યામાં હાલોલ તેમજ તાલુકાના આગેવાનો તથા સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા