વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી વર્કિંગ વુમન્સ હોસ્ટેલની મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ મુલાકાત લીધી હતી. 1986માં બનેલી આ હોસ્ટેલ હાલમાં જર્જરિત સ્થિતિમાં હોવાથી તેના નવીનીકરણની તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. હાલ અહીં 26 જેટલી યુવતીઓ રહે છે, જેમને ટૂંક સમયમાં સ્થળાંતરિત કરવામાં આવશે. નવી હોસ્ટેલ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરાશે અને તેમાં આશરે 100 રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત સાઉથ અને પશ્ચિમ ઝોનમાં પણ નવી વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનાવવાની યોજના છે.
#Vadodara #WorkingWomensHostel #Fatehgunj #WomenSafety #UrbanDevelopment #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 30, 2026