સુરતની પાલ RTO કચેરીમાં અરજદાર અને અધિકારી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. અરજદારોની લાંબી લાઈન અને સર્વર ડાઉનની સ્થિતિનો વીડિયો ઉતારી રહેલા અરજદાર સાથે અધિકારીએ અપશબ્દો બોલી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતાં કચેરીમાં ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે અરજદારોએ સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
#Surat #PalRTO #RTOOffice #ViralVideo #PublicComplaint #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 30, 2026