હાલોલ: હાલોલના ચાપરા ગામે કરુણાંતિકા,વીજ કરંટ લાગતાં યુવકનું કરુણ મોત,ગામમાં શોકનો માહોલ
હાલોલના ચાપરા ગામે આજે મંગળવારે એક અત્યંત દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે,જેમાં એક આશાસ્પદ યુવકનું વીજ કરંટ લાગવાના કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.આ અચાનક બનેલી ઘટનાને પગલે સમગ્ર ચાપરા ગામ સહિત પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.મળતી વિગતો અનુસાર, ચાપરા ગામના રહેવાસી ધવલકુમાર મહેશભાઈ પરમાર નામના યુવક અચાનક જ કાળમુખા વીજ કરંટની ઝપેટમાં આવી જતા તેમનું મોત નીપજ્યુ છે