કાલોલ: કાલોલના ડેરોલગામમાં દશેરાની ઉજવણી: આસ્થાના પ્રતિકસમા 'માટલીગરબા'થી ઝગમગી ઉઠી રાત
યંત્ર કામાખ્યા થીમ પર આકર્ષક ફૂલોની
કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે વિજયાદશમી ના મહાપર્વ નિમિત્તે પરંપરાગત અને આસ્થાના પ્રતિક સમાન 'માટલીગરબા'નો મહોત્સવ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. દશેરાની આ રઢીયાળી રાત્રે આખા ગામે એક જ કુંડાળે ભેગા થઈને અનેક માટલીગરબા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.દશેરાના આ પવિત્ર અવસરે ગામમાં વિશેષ આકર્ષણરૂપે 'યંત્ર કામાખ્યા' થીમ પર ફૂલોની સુંદર અને ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેને નિહાળવા મોટી સં