શહેરા: શહેરાના દેસાઈવાળા વિસ્તારમાં મકાન ધરાશાયી,મકાનમાં સૂતેલો યુવક ઇજાગ્રસ્ત થતાં યુવકને સારવાર અર્થે ખસેડાયો
શહેરા નગરના દેસાઈવાળા વિસ્તારમાં આવેલા મકાનનો એક ભાગ એકાએક ધરાશાયી થયો હતો,આ દરમિયાન મકાનમાં સુઈ રહેલો યુવક અંદર દબાઈ જતા સ્થાનિકોએ તાત્કાલિક કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી ભારે જહેમત બાદ દબાયેલા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢીને ૧૦૮ની મારફતે ઈજાગ્રસ્ત યુવકને શહેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યો હતો.