ગોધરા: ગોધરામાં નગરપાલિકાની કામગીરી સામે રહીશોમાં રોષ, જાતે જ ખાડા પુરવા ઉતર્યા
ગોધરામાં નગરપાલિકાની કામગીરી સામે રહીશોમાં રોષ, જાતે જ ખાડા પુરવા ઉતર્યા ગોધરા શહેરના બામરોલી વિસ્તારમાં આવેલા માણેકચોક રજવાડી ટેકરી સોસાયટીના રહીશોને રોડની બિસ્માર હાલતને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી. રસ્તાની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે સોસાયટીના રહીશોએ જ એકઠા થઈને ખાડા પુરવાની કામગીર