શહેરા: શહેરા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હુસેની ચોકથી તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું
દસમી મોહરમ આશુરાના દિવસે તમામ તાજીયા હુસેની ચોકમાં લાવી હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજીયાની સ્થાપના કરવામાં આવી હતી,ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હુસેની ચોક થી તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું,જેમાં વરસાદી માહોલ વચ્ચે ઢોલ ત્રાંસા અને "યા હુસેન" ના નારા સાથે જુલુસમાં વિવિધ કમિટીઓના વ્યાયામવીરો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા હતા.