હાલોલ: હાલોલમાં બંધ મકાન ખોલવાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ,રહીશોમાં ભયનો માહોલ સર્જાયો
હાલોલના શ્રીજી ડુપ્લેક્સ વિસ્તારમાં ધોળે દિવસે એક શંકાસ્પદ ઈસમ દ્વારા બંધ મકાનની જાળી ખોલી અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતા વિસ્તારમાં ચકચાર મચી છે. આ બનાવથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે.ઘટનાને પગલે રહીશો અને મકાન માલિક દ્વારા સંબંધિત ઈસમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.હાલોલ પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.