હાલોલ: હાલોલના હડબિયા ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કદાચલા ગામના યુવકનું નીપજ્યુ મોત
હાલોલના હડબિયા નવીનગરી પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કડાચલા ગામના 32 વર્ષીય યુવકનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટનાને પગલે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોત નિપજાવવાનો ગુનો નોંધ્યો છે.જેની માહિતી તા.6 જૂન શનિવારના રોજ પ્રાપ્ત થઈ હતી