શહેરા: મોરવા ગ્રામપંચાયતમાં વિકાસનાકામો સભ્યોની જાણ બહાર કરાતા હોવાના આક્ષેપ સાથે ડે.સરપંચ સહિત 5 સભ્યોનુંસામૂહિક રાજીનામુ
શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ સહિત કુલ પાંચ સભ્યોએ સામૂહિક રાજીનામા ધરી દેતા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. ગ્રામ પંચાયતમાં છેલ્લા 4 વર્ષથી વિકાસના કામો, સ્વભંડોળ, નાણાંપંચ અને સરકારની યોજનાકીય કામગીરી ગ્રામ પંચાયતના સભ્યોની જાણ બહાર કરાતી હોવાના ગંભીર આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ કિરીટભાઈ ઉર્ફે ભુરાભાઈ બારીયા સહિત પાંચ સભ્યોએ ગ્રામ પંચાયત