હાલોલ: હાલોલમાં આગામી ઈદના તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી ૨૮ મે, ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ) ની ઉજવણી સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવનાર છે. આ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવાય તે હેતુથી આજે ગુરુવારે હાલોલ ટાઉન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હાલોલ નગરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા