હાલોલ: હાલોલ તાલુકાની બાસ્કા બેઠક હાર પછી ભાજપ એકશનમાં, આપને સમર્થન આપનાર બે ભાજપના સક્રિય કાર્યકરો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કડક શિસ્તાત્મક પગલાં લેવામાં આવ્યા છે.હાલોલ તાલુકામાં ગોપીપુરા ગામના આગેવાન રામચંદ્ર બારીયા અને તેમના ભાઈ રતિલાલ બારીયા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની બાસ્કા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના લઘુમતી મહિલા ઉમેદવારનો વિજય નોધાયો છે.આ બેઠકમા આવતાં ગોપીપુરા અને નૂરપુરા ગામોના બુથોમાં ભાજપને નોંધપાત્ર નુકસાન વેઠવુ પડ્યુ પડ્યું હતું