રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી
મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો
રાજયકક્ષા મંત્રીશ્રી, જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના રમણીય તિથલ સમુદ્ર કાંઠે સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન પટેલ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કોલકાત્તા ખાતેના તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માણસા ખાતેના યોગ દિવસ અંતર્ગતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હત�
Valsad, Valsad | Jun 21, 2026