લખપત: પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસણખોરી કરનાર તેલંગાણાનો યુવક ઝડપાયો
Lakhpat, Kutch | Apr 6, 2026 પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસણખોરી કરનાર તેલંગાણાનો યુવક ઝડપાયો લખપત તાલુકાના પીપર ગામેથી એસ.ઓ.જી. પોલીસે પરવાનગી વિના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા બદલ તાલીફખાન ફિરોઝખાન નામના યુવકને ઝડપી પાડ્યો છે. તેલંગાણાના સિકંદરાબાદનો આ યુવક સત્તાવાર મંજૂરી વગર આ સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી તેની સામે નારાયણસરોવર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.