હાલોલ: હાલોલમાં સ્મશાનના આખરી વિસામાને સ્થળાંતર કરાતા ભારે વિરોધ
હાલોલના વડોદરા રોડ ઉપર આવેલા સ્મશાનગૃહ નજીક વર્ષોથી કાર્યરત વિસામાને અન્યત્ર ખસેડવાની હિલચાલ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે તા.7 જુલાઈ મંગળવારના રોજ મનુસ્મૃતિ સોસાયટી સહિત આસપાસના રહીશોએ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જૂનો વિસામો યથાવત રાખવાની માંગ કરી હતી.