રાપર: રાપર ના વાઘેલવાસ માં દિવ્યાંગ વેપારીને બંધક બનાવી ₹૨.૫૧ લાખની લૂંટ ચલાવાઈ..
Rapar, Kutch | May 13, 2026 રાપર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પોતાના ઘરના આંગણામાં સૂતેલા એક દિવ્યાંગ વેપારીને ગળા પર છરી રાખી, ત્રણ લૂંટારુઓએ અંદાજે ₹૨.૫૧ લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.