લખપત: કચ્છના શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય: TAT-TET પરીક્ષા માટે ‘રણ’ થી ‘અમદાવાદ’ સુધીનો લાંબો પ્રવાસ
Lakhpat, Kutch | Apr 12, 2026 કચ્છના શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય: TAT-TET પરીક્ષા માટે ‘રણ’ થી ‘રાજકોટ-અમદાવાદ’ સુધીનો લાંબો પ્રવાસ ગુજરાત રાજ્યમાં આજે લેવાયેલી TAT-TET પરીક્ષામાં ફરી એકવાર કચ્છના ઉમેદવારોની કફોડી હાલત સામે આવી છે. ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યના સૌથી મોટા જિલ્લા એવા કચ્છને પરીક્ષા કેન્દ્ર ન ફાળવતા હજારો યુવાનોએ અન્ય જિલ્લાઓમાં લાંબો પ્રવાસ ખેડીને જવાની ફરજ પડી હતી.