દાહોદમાં બી.કે. શિવાની દીદીના પ્રેરક પ્રવચન અને ત્રણ દિવસીય રાજયોગ શિબિરનું આયોજન કરાયું
દાહોદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા બી.કે. શિવાની દીદીના વિશેષ પ્રવચન અને ત્રણ દિવસીય રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં માનસિક શાંતિ, સકારાત્મક વિચારધારા અને આધ્યાત્મિક જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો છે.
આયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 12 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન દાહોદ તાલુકા પંચાયત સામે આવેલા સિટી ગ્રાઉન્ડ ખાતે બી.કે. શિવાની દીદીનું વિશેષ પ્રવચન યોજાયું. આ કાર્યક્રમમાં જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
આ કાર્યક્રમમાં બી.કે. શિવાની દીદી ઉપરાંત અમદાવાદનાં દામિની દીદી, વડોદરા અલકાપુરીનાં નીરજના દીદી, ગોધરાનાં સુરેખા દીદી અને દાહોદનાં કપિલા દીદી સહિતના આધ્યાત્મિક માર�