હાલોલ: હાલોલ બાયપાસ રોડ પર રાવજી રેસીડેન્સી પાસે આઇશર ટેમ્પોમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી
હાલોલ રાવજી રેસીડેન્સી પાસે તા.15 એપ્રિલ બુધવારના રોજ રાત્રિના સમયે એક આઇશર ટેમ્પોમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં હાલોલ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.ઇલેક્ટ્રિક વાયરના 11 ડ્રમ લઈને આઇશર ટેમ્પો ઇન્દોર જવા નીકળ્યો હતો. તે દરમિયાન હાલોલ બાયપાસ રોડ પર ટેમ્પાના એન્જિનમાં ખામી સર્જાતા આગ લાગી હતી. હાલોલ ફાયર વિભાગે ઝડપભેર કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી.