અમદાવાદ શહેર: ઠક્કરનગરમાં AMCની મંજૂરી વગર રોડ ખોદાયો: ગટર લાઈન માટે JCBથી ખોદકામ, અધિકારીઓએ દુકાન સીલ કરી
ઠક્કરનગરમાં AMCની મંજૂરી વગર રોડ ખોદાયો: ગટર લાઈન માટે JCBથી ખોદકામ, અધિકારીઓએ દુકાન સીલ કરી અમદાવાદના ઠક્કરનગર વોર્ડમાં રાજીવ પાર્ક સોસાયટી સામે પટેલ નમકીનના દુકાન માલિક દ્વારા AMCને જાણ કર્યા વગર રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. દુકાનની ગટર લાઈન નાખવા માટે JCBથી રોડ ખોદકામ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં AMCના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને કાર્યવાહી હાથ ધરી દુકાનને સીલ કરી હતી.