ગોવાના પેફુમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૨૬-૨૭ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય રોબોટિક્સ ચેમ્પિયનશિપ માટે સુરત મનપાની સુમન શાળાના ૨૦ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ પસંદગી થઈ હતી. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ૭ રાજ્યો અને ૮ શહેરોમાંથી આશરે ૪૦૦ ટીમો તથા ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ કૌશલ્ય બતાવશે. આ પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પ્રથમ ત્રણ ટીમોને સીધી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની સોનેરી તક પ્રાપ્ત થઈ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૧૮ સુમન શાળાઓમાં વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રે સક્ષમ બનાવવા ૧૨ અદ્યતન લેબ્સ કાર્યરત કરાઈ છે. આ લેબ્સમાં ૨૩૦થી વધુ તાલીમબદ્ધ પ્રશિક્ષકો દ્વારા ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને AI, રોબોટિક્સ, ડ્રોન અને 3D પ્રિન્ટિંગનું વ્યવહારુ શિક્ષણ અપાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ સુરત પાલિકાની સુમન હાઈસ્કૂલની ટીમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચીને શહેરનું ગૌરવ વધાર્યું હતું.
#SuratSMC #SumanSchool #RoboticsChampionship #AIandRobotics #StudentAchievement #HumDekhengeNews