આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ‘નારી શક્તિ વંદન અધિનિયમ-૨૦૨૩’ અંતર્ગત ‘નારી વંદન પરિસંવાદ’નું ભવ્ય આયોજન
Anand, Anand | Apr 13, 2026 સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુથી ૧૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘નારી વંદન પરિસંવાદ’ (સેમિનાર)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એમ.સી.એ વિભાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધ્યાપકો, નિષ્ણાતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.