હાલોલ: હાલોલના હડબીયા ગામે પુત્રને કરંટથી બચાવવા જતાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ
હાલોલના હડબીયા ગામે આજે સોમવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.જેમાં પોતાના વ્હાલસોયા પુત્રને વીજ કરંટથી બચાવવા જતાં માતા પોતે કરંટની ચપેટમાં આવી ગયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.