આપેલી વિગતો મુજબ, સુરતના આરોગ્ય વિભાગે 84 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળી આવેલો 193.5 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો. નિયમોનું પાલન ન કરનારા 54 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ખોરાકની ગુણવત્તાની ચકાસણી માટે 39 સેમ્પલ લેવાયા અને સ્થળ પર ₹2,77,100નો દંડ વસૂલાયો. જોકે, લાઈસન્સ રદ કરવા કે એકમોને સીલ કરવાની કાર્યવાહી ન થયાનું જણાવાયું છે. અખાદ્ય ખોરાક મળ્યા છતાં માત્ર દંડ અને નોટિસ પૂરતાં છે કે કેમ, તે સવાલ ઊભો થયો છે.
#SuratFoodDepartment #FoodSafety #HotelInspection #RestaurantInspection #SuratNews #HumDekhengeNews