સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી "રેન્ટ ઓફ ગરબા પાર્ટનર"ની વિવાદિત પોસ્ટને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવા પેકેજ ધરાવતી આ લોભામણી જાહેરાત સામે સુરતના સાંસદ મુકેશ દલાલે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે સાંસદે સુરત પોલીસ કમિશનરને પત્ર લખીને સાયબર ક્રાઈમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આ ષડયંત્ર પાછળ સનાતન ધર્મની નિર્દોષ દીકરીઓને ફસાવવાનો ઇરાદો હોવાની આશંકા વ્યક્ત કરી યુવાધનને આવી જાળમાં ન ફસાવા અપીલ કરી છે. વધુમાં તેમણે ગરબા આયોજકોને માત્ર સનાતન ધર્મના લોકોને જ ગરબા સ્થળે પ્રવેશ આપવાની પોતાની નૈતિક ફરજ નિભાવવા સ્પષ્ટ ટકોર કરી છે. આવી પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો ભવિષ્યમાં પણ કડક પાસાં હેઠળ કાર્યવાહી કરવાની સાંસદે ચીમકી ઉચ્ચારી છે.
#RentOfGarbaPartner #SuratNews #MukeshDalal #CyberCrime #HumDekhengeNews