સુરતમાં ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખી સવાલો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, સામાન્ય ટુ-વ્હીલર ચાલકો સામે દંડની કાર્યવાહી થાય છે, જ્યારે ડમ્પર, ટ્રક, બસ અને અન્ય ભારે વાહનો સામે પૂરતી કાર્યવાહી થતી નથી. આડેધડ પાર્કિંગ, દબાણો અને બંધ સિગ્નલ સહિતની ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવા પણ તેમણે રજૂઆત કરી છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે માત્ર સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી કરવાને બદલે અસરકારક પગલાં લેવા માંગ કરી છે.
#SuratTrafficPolice #KumarKanani #TrafficIssues #SuratNews #HumDekhengeNews