બિહારના ભોજપુરમાં ભરત ભૂષણ તિવારીનું મોત હવે માત્ર એક એન્કાઉન્ટરનો મામલો નથી રહ્યું, પરંતુ અનેક ગંભીર સવાલો ઉભા કરતો મુદ્દો બની ગયો છે......
ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભરત તિવારીનો વીડિયો અને ફેસબુક લાઈવ સામે આવ્યો. પોલીસનો દાવો છે કે તે હથિયાર લઈને ફરી રહ્યો હતો, પોલીસને પડકાર આપી રહ્યો હતો અને તેની ધરપકડ દરમિયાન ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પોલીસ અને ભરત વચ્ચે અથડામણ થઈ, જેમાં તે ઘાયલ થયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું.......
પરંતુ ઘટનાનો બીજો પક્ષ પણ ગંભીર સવાલો ઉભા કરે છે. પરિવારજનો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે ભરતે હથિયાર ફેંકીને આત્મસમર્પણ (સરેન્ડર) કરી દીધું હતું, છતાં પણ તેને ગોળી મારી દેવામાં આવી. તેના મોત બાદ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા, મૃતદેહ સાથે આરા-બક્સર ફોરલેન રોડ જામ કર્યો અને નિષ્પક્ષ તપાસની માંગ કરી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત અનેક પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્ય
Udhna, Surat | Jun 20, 2026