શહેરા: શહેરામાં પેટ્રોલ-ડીઝલની અછતથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી
શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. સ્ટોક ખૂટી જવાને કારણે શહેરા સહિત અનેક પેટ્રોલ પંપો બંધ થઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પેટ્રોલ પંપો હાલ ચાલુ છે ત્યાં વહેલી સવારથી જ ટુ-વ્હીલર અને નાના વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. તો કેટલાક વાહનચાલકોના વાહનમાં રસ્તામાં જ પેટ્રોલ ખૂટી જતા તેઓ વાહનને દોરીને પંપ સુધી લઈ જતા નજરે પડ્યા હતા.