હાલોલ: હાલોલના ટીંબી ગામ પાસે સર્જાયેલા ગંભીર અક્સ્માતમા ટાઢોડિયાના બાઇક ચાલકનું નિપજ્યુ મોત
હાલોલના ટીંબી ગામ પાસે તા.4 મે સોમવારના રોજ બે બાઇકો સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ જ્યારે અકસ્માતમા સામેની બાઈક પર સવાર ટાઢોડીયા ગામના મહેન્દ્ર બારિયાનુ પણ આજે મંગળવારના રોજ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ છે જેને લઈને નાનકડા એવા ટાઢોડિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે