હાલોલ: હાલોલમા પવન સાથે વરસાદનુ આગમન,અસહ્ય ગરમીથી નગરજનોને રાહત મળી,વિસ્તારમા લાઈટો ડૂલ થતા MGVCLની કામગીરી સામે રોષ
હાલોલ શહેર અને પંથકના વાતાવરણમાં સોમવારે રાત્રે અચાનક પલટો જોવા મળ્યો હતો. રાત્રે અચાનક જ તેજ પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતુ લાંબા સમયથી અસહ્ય બફારા અને ગરમીથી શેકાતા નગરજનોને આ વરસાદી ઝાપટાના કારણે મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.પહેલા જ વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી એક તરફ વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું, તો બીજી તરફ વીજ કંપનીની બેદરકારી સામે આવી હતી.