આણંદ શહેર: આણંદ ખાતે જિલ્લાના શૈક્ષણિક કાર્યની ગુણવત્તા વધારવા હેતુથી આણંદના અક્ષર ફાર્મ ખાતે માર્ગદર્શન બેઠક યોજાઈ
આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના આયોજન હેઠળ અક્ષર ફાર્મ, આણંદ ખાતે જિલ્લાના શૈક્ષણિક કાર્યની ગુણવત્તા વધારવા હેતુથી માર્ગદર્શન બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ હતી.આ પ્રસંગે BAPS સંસ્થાના સ્વામી શ્રી ભગવતચરણ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા અને શિક્ષણ સાથે સંસ્કારનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોને પ્રેરિત કર્યા હતા