આણંદ: સારસાના પ્રતાપુરામાં મકાન નજીક ગોઠવેલા પુળામાં આગ લાગવાનો બનાવ બન્યો
Anand, Anand | Apr 17, 2026 સારસા પાસે આવેલ ખાણપૂર ના પ્રતાપપુરા ગામે ઘર પાસે પુરા ભરેલ ગોડાઉનમાં આકસ્મિક આગ લાગેલ.જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ આણંદ ફાયર બ્રિગેડ ની મીની ફાઈટર સાથે લીડિંગ ફાયર મેન - સહદેવસિંહ રાઠોડ , ડ્રાઇવર - અવિનાશ પરમાર , ફાયરમેન - ક્રિશ્નારાજસિંહ રાઉલજી , યુવરાજસિંહ રાઠોડ , પ્રવીણ પરમાર,2 -ટ્રેની સહિત ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.