શહેરા: શહેરા નગરના ગાય સર્કલથી બજાર તરફ જવાના રસ્તાની સ્ટ્રીટ લાઈટો છેલ્લા પંદરેક દિવસથી બંધ
શહેરા નગરના ગાય સર્કલથી મુખ્ય બજાર તરફ જવાના મુખ્ય માર્ગ પરની તમામ સ્ટ્રીટ લાઈટો છેલ્લા પંદરેક દિવસથી બંધ હાલતમાં છે,જેના કારણે સાંજ પડતા જ આખો માર્ગ અંધારામાં ગરકાવ થઈ જતા રાહદારીઓ, વાહનચાલકો અને દુકાનદારો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્થાનિક દુકાનદાર દશરથભાઈ લખારાના કહેવા મુજબ નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી એક પણ લાઈટ ચાલુ કરવામાં આવી નથી.