*🦚 ધાનેરા નગરે સંસ્કારને સન્માન ભવ્ય કાર્યક્રમ ઉજવાયો 🦚*
આજરોજ રોજ ડી.બી. પારેખ હાઇસ્કુલ સંકુલમાં પૂજ્ય ગુરુભગવંતોની પાવન નિશ્રામાં ધાનેરા જૈન સંઘના કલ્યાણમિત્રો આયોજિત વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા અંતર્ગત પ્રાથમિક શાળા વિભાગની વક્તૃત્વ સ્પર્ધા અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
🪷 ધાનેરા નગરની તમામ 16 પ્રાથમિક શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. *દરેક શાળાના સર્વશ્રેષ્ઠ 10 વક્તવ્ય અને સર્વશ્રેષ્ઠ 10 નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અપાયું.*
🪷 અત્રે ઉલ્લેખનીય છે કે ધાનેરા નગરના *250+ વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં અને 1000+ વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં* ભાગ લીધો હતો. તેમાંથી પસંદ થયેલા સર્વશ્રેષ્ઠ *136 વક્તવ્ય અને 133 નિબંધને* ઇનામ અપાયા.
🪷 *100000+ રકમની ગિફ્ટ ઇનામ તરીકે આપવામાં આવી. સમગ્ર ધાનેરા શહેરની શાળાઓ અને વિદ્યાર્થીઓમાં અત્યંત ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.*
*🪷 ધાનેરા નગરના ઇતિહાસમાં આવો કાર્યક્રમ પ્રથમવાર યોજાયો હોવાની ખુશી દરેકના ચહેરા ઉપર દેખાતી હતી.*
🪷 કાર્યક્રમ દરમ્યાન દરેક શાળાના આચાર્ય/શિક્ષક તેમજ વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેકને આ કાર્યક્રમથી ખૂબ સારો સંદેશ મળ્યો હતો.
🪷 કાર્યક્રમ પ્રસંગે ખાસ *સરળ સ્વભાવી શ્રી દિનેશમુનિજી મહારાજાએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.*
🪷 પૂજ્ય ગુરુભગવંતોએ જણાવ્યું હતું કે *આ કાર્યક્રમ ઇનામ માટે નથી પરંતુ આપણા જીવનને સંસ્કારી બનાવવા માટે છે. ઇનામ તો થોડા મહીનામાં ચાલ્યું જશે પણ સંસ્કારો જીવનભર રહેશે.*
🪷 કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી હતી કે દરેક વિદ્યાર્થીઓએ *બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનો સંકલ્પ કર્યો હતો.*
🪷 નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી *શાંતિલાલ જોષી,* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી *જગમાલભાઈ ચૌધરી, CRC બાબુભાઈ પટેલ* અને કેળવણી નિરીક્ષકશ્રી *રમેશભાઈ વાછોલા* સહિત પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
🪷 સમગ્ર કાર્યક્રમમાં *ડી.બી. પારેખ હાઈસ્કૂલ અને વી. એન. સવાણી* પ્રાઈમરીના સમગ્ર સ્ટાફે તેમજ આનંદ પરિવારના કાર્યકર્તાઓએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી. CRC બાબુભાઈ પટેલ, જૈન સંઘના અગ્રણી કીર્તિભાઈ, સમીરભાઈએ છેલ્લે સુધી વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.
🪷 મહેશભાઈ જોષીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
🪷 વક્તવ્યના નિરીક્ષણ માટે રમેશભાઈ પુરોહિત, લીલાભાઈ પટેલ અને મિહિરભાઈ પંડયાએ સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી અને યોગ્ય મૂલ્યાંકન કર્યું હતું.
.
.
#jainism #StudentsTalent #localnews #dhanera #banaskantha
Dantiwada, Banas Kantha | Oct 6, 2026