શહેરા: શહેરામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર કબ્જો જમાવી "ક્લીન સ્વીપ" કરી ઇતિહાસ રચ્યો
શહેરા તાલુકા પંચાયતની 14 અને જિલ્લા પંચાયતની 3 બેઠકોની ચૂંટણીના મતદાન થયા બાદ આજે શહેરાના કાંકરી ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી,જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અલગ અલગ 26 ટેબલો પર શરૂ કરાઇ હતી. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાઈ હતી ત્યારબાદ EVM ના મતોની ગણતરી કરવામાં આવી હતી. સવારથી શરૂ થયેલી મતગણતરીમાં એક પછી એક એમ તમામ બેઠકોના આવેલા