હાલોલ: પાવાગઢમાં રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ,ચોમાસાની ઋતુને ધ્યાનમા રાખી જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ જતા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને ડુંગર પરથી પથ્થરો પડવાની સંભાવનાને કારણે રાત્રિના સમયે પગથિયા માર્ગ બંધ રાખવાનું જાહેરનામું બહાર પડાયું છે.