શહેરા: ભદ્રાલા ગામે કોઈ અગમ્ય કારણોસર બે મકાનમાં આગ લાગતા સોના-ચાંદીના દાગીના અને રોકડ અને ઘરવખરી સહિતનો સરસામાન બળીને ખાખ
શહેરા તાલુકાના ભદ્રાલા ગામના પટેલ ફળીયામાં રહેતા ખાતુભાઈ અમરાભાઈ પટેલના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી,થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલા બીજા મકાનને પણ ઝપેટમાં લઈ લીધું હતું. સ્થાનિકોએ મોટર મારફતે કુવામાંથી પાણી ખેસીને ડોલ અને પાઈપ વડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી,ફાયર ફાઇટરને જાણ કરાઈ આવી હત