હાલોલ: હાલોલની સિદ્ધિ વિનાયક સોસાયટીમા રહેતી બે પુત્રોની માતાએ ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતી પરણીતાએ તેના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ કોઈ અગમ્ય કારણોસર આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ ની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સાથે દોડી આવી હતી પોલીસે પ્રાથમિક તપાસ કરી હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકનુ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.