કાલોલ: તાલુકાના રતનપુરા ગામમાંથી જુગાર રમતા 8 જુગારીઓ રૂ. 21,560/- ના મુદામાલ સાથે ઝડપાયા
કાલોલ તાલુકાના રતનપુરા ગામે કરાડ નદીની ધસ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા વડે જુગાર રમતા 8 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા.પોલીસે સ્થળ પરથી દાવ પરના રૂ.8,540, અંગજડતીના રૂ.7,520 અને બે મોબાઈલ સહિત કુલ રૂ.21,560નો મુદ્દામાલ કબજે કર્યો.તમામ 8 ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.