શહેરા: શહેરાના વોર્ડ નં.4 ના ભાજપ મુસ્લિમ ઉમેદવારો માટે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સભા યોજી જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે,ત્યારે શહેરા નગરપાલિકા વોર્ડ નંબર-4ના ભાજપના મુસ્લિમ ઉમેદવારોના સમર્થનમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ભાવસાર હોસ્પિટલ નજીક ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા સંબોધી હતી,જેમાં વોર્ડના ઉમેદવારો,ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.