લખપત: લખપતના પીપર ગામે ડાડા સાંવલા પીરનો ઉર્સ મેળો ઉજવાયો
Lakhpat, Kutch | Apr 10, 2026 લખપતના પીપર ગામે ડાડા સાંવલા પીરનો ઉર્સ મેળો ઉજવાયો લખપત તાલુકાના પીપર ગામે ડાડા સાંવલા પીરનો ઉર્સ મેળો ધામધૂમથી યોજાયો હતો. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થયા હતા અને કોમી ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી. મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ યોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાઓનો લાભ લીધો હતો.