ભાવનગર: હનુમાન જ્યંતી નિમિતે અધેવાડા ઝાંઝરીયા હનુમાનજી મંદિર સહિતના સ્થળો પર ભવ્ય ઉજવણી કરાઈ
આજે હનુમાન જયંતી નિમિત્તે ભાવનગર શહેરના જુદા જુદા મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે ભાવનગર શહેર નજીક આવેલા અધેવાડા ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શણગાર ધજા રોહન મહા આરતી અને મહાપ્રસાદ સાથે ભગવાનની જન્મ જયંતીની ઉજવણી કરી હતી. જ્યારે ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી.