પાલિતાણા–જામનગર નવો એસટી રૂટ શરૂ, જેસર ખાતે ભવ્ય સ્વાગત પાલિતાણા થી જામનગર સુધી વાયા જેસર–સાવરકુંડલા–બગસરા–જેતપુર–જામકડોરણા–કાલાવાડ નવા એસટી બસ રૂટને પાલિતાણા ડેપો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. નવા રૂટના પ્રારંભ પ્રસંગે જેસર ખાતે બસનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડીલશ્રી વિરેન્દ્રસિંહ (બિંદુભાઈ) જયવંતસિંહ સરવૈયા, સરપંચ જેસર, રાજદીપસિંહ સરવૈયા (સરપંચ પા.), જેસર એસટી પોઇન્ટના કર્મચારીઓ, મીડિયા કર્મચારી ઇમરાનભાઈ, જેસર પોલીસ સ