હાલોલ: હાલોલ હાઈવે રોડ ઉપર આવેલા ખાડાના કારણે સ્કૂટર ખાબકતા સર્જાયો અક્સ્માત,દંપતી થયું ઇજાગ્રસ્ત
હાલોલની વરિયા કોલોનીમાં રહેતું દંપતી સ્કૂટર પર તા.6 એપ્રિલ સોમવારના રોજ વડોદરા જઈ પરત ફરી રહ્યું હતું ત્યારે હાલોલ હાઈવે રોડ ઉપર આવેલા ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો. સ્કૂટર સ્લીપ ખાઈ જતા બંને પતિ-પત્ની રોડ પર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્ત સતિષભાઈ શાંતિલાલ વરિયા અને તેમની પત્ની જયશ્રીબેન વરિયાને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી