હાલોલ: હાલોલના કણજરી રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરે 12મા પાટોત્સવનો ભક્તિસભર પ્રારંભ કરાયો
હાલોલના કણજરી રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે તા.16 જૂન મંગળવાર રોજથી 12 માં પાટોત્સવનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવને લઈને મંદિર પ્રશાસન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં મંગળવારના રોજ પ્રથમ દિવસ રાત્રે ભવ્ય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.